અમદાવાદની દિકરી માના પટેલે ટોક્યો ઓલમ્પિકમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બનીને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.
આ સિદ્ધી માટે મોના પટેલ અને તેના કોચ શ્રી કમલેશ નાણાવટીને અભિનંદન. સાથે જ આ સફળતામાં સાથ અને સહકાર આપનાર તેના માતા શ્રી રવજીભાઈ અને શ્રીમતી આનલબેનને અભિનંદન.
સખત પરિશ્રમ અને લગનના બળે માના પટેલ અગાઉ 2015માં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ મેળવી ચૂકી છે, હવે ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાત તેમજ દેશનું ગૌરવ વધારે તેવી મારી શુભકામના!